એક દિવસ સવારે, રમેશે નાહવા માટે ગીઝરમાં $\frac {1}{3}$ ભાગની ગરમ પાણીની ડોલ ભરી. નાહવા માટેના અનુકૂળ તાપમાન માટે $\frac {2}{3}$ ભાગનું પાણી ઉમેરવું પડે. એકાએક રમેશને નાહતા પહેલાં $5-10$ મિનિટનો સમય લાગે તેવું કોઈક કામ આવ્યું. હવે તેની પાસે બે વિકલ્પો છે.

$(1) $ ડોલમાં બાકીનો ભાગ ઠંડું પાણી ઉમેરીને પછી કામ કરવા જાય.

$(2) $ પહેલાં કામ કરે અને પછી બાકીની ડોલ ઠંડા પાણીથી ભરે અને નહાય.

તમારા મતે કયા વિકલ્પમાં પાણી નહાવા માટે અનુકૂળ રહેશે ? સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પહેલા વિકલ્પમાં પાણી નહાય તેવું ગરમ (હૂંફાળું) રહેશે કારણ કે $\hat{\jmath}$ ન્યૂટનના શીતનના નિયમ પરથી ઉષ્મા ગુમાવવાનો દર, પદાર્થ અને પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં છે અને આ પ્રથમ વિકલ્પમાં પરિસર (બાથરૂમ) અને પાણીના તાપમાનનો તફાવત ઓછો હોય તેથી ઉષ્મા ગુમાવવાનો દર પણ ઓછો હોય તેથી પાણી બહુ ઠંડુ થશે નહીં.

Similar Questions

પદાર્થ $60^{\circ}\,C$ થી $40^{\circ}\,C$ સુધી $7$ મિનિટમાં ઠંડો થાય છે. આસપાસનું તાપમાન $10^{\circ}\,C$ છે. પછીની $7$ મિનિટ પછી પદાર્થનું તાપમાન શું હશે?

  • [JEE MAIN 2023]

સમાન પદાર્થના અને ત્રિજ્યાના એક જ દ્રવ્યના નક્કર ગોળા અને પોલા ગોળાને સમાન તાપમાન સુધી ગરમ કરેલ છે. તેઓને સમાન તાપમાનવાળા પરિસરમાં રાખેલ છે. જો બન્નેના પરિસર સાથેના તાપમાનનો તફાવત $T$ હોય તો .......

બે બીકર $A$ અને $B$ માં $60\,^oC$ તાપમાને સમાન કદના બે અલગ અલગ પ્રવાહી ઠંડા કરવા માટે મૂકેલા છે.પ્રવાહી $A$ ની ઘનતા  $8 \times10^2\, kg / m^3$ અને વિશિષ્ટ ઉષ્મા $2000\, Jkg^{-1}\,K^{-1}$ છે જ્યારે પ્રવાહી $B$ ની ઘનતા  $10^3\,kgm^{-3}$ અને વિશિષ્ટ ઉષ્મા $4000\,JKg^{-1}\,K^{-1}$ છે. નીચેનામાથી તાપમાન વિરુધ્ધ સમયનો સાચો ગ્રાફ કયો થશે? (બંને બીકરનો ઉત્સર્જન પાવર સમાન છે)

  • [JEE MAIN 2019]

ગરમ પાણીનું તાપમાન $ {61^o}C $ થી $ {59^o}C $ થતા $4$ minutes લાગે છે,તો પદાર્થનું તાપમાન $ {51^0}C $ થી $ {49^0}C $ થતાં લાગતો સમય ....... $\min$ શોધો.વાતાવરણનું તાપમાન $ {30.0^o}C $ છે.

ન્યુટનનો શીતનના નિયમ પ્રયોગશાળામાં શું શોધવા માટે ઉપયોગી છે ?